ખેડૂતો માટે પાણીના ટાંકા બનાવવા સહાય યોજના : Water Tank Sahay Yojana Gujarat 2024

પ્રિય વાંચકો, iKhedut પોર્ટલ પર અનેક વિભાગની યોજનાનો બહાર પાડવામાં આવે છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે બાગાયત વિભાગની અનેક યોજનાઓ જેવીકે પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના, Tractor Sahay Yojana 2023 અને ફળ પાકો માટે સહાય યોજનાની વિગતવાર માહિત મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Water Tank Sahay yojana 2023 હેઠળ શું લાભ મળે? તેની ચર્ચા કરીશું.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય: આ યોજના નો લાભ લેવા માટે તમારે https://ikhedut.gujarat.gov.in/ ની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહશે. આ યોજના નો લાભ ગુજરાત ના ખેડૂતોને મળવા પાત્ર છે. તેમજ આ યોજના ના ફોર્મ કેવી રીતે ભરવું તેમજ જરૂરી દસ્તાવેજ અને તેની પાત્રતા ની તમામ માહિતી નીચે મુજબ છે.  

Water Tank Yojana Gujarat 2023: રાજ્ય સરકારે ખેડૂતો માટે પાણી ના ટાંકા ની યોજના શરૂ કરી છે જેથી ખેડૂતો કોઈપણ મુશ્કેલી વિના તેમના ખેતરોમાં સિંચાઈ કરી શકે. યોજનાનો લાભ લઈને ખેડૂતો ઓછા ખર્ચે તેમના ખેતરની આસપાસ બાંધેલી ટાંકી મેળવી શકે છે. આ ટાંકીમાં પાણીનો સંગ્રહ કરવાથી તેઓ તેમના પાકને સમયસર પિયત આપી શકશે, જેથી તેમનો પાક સારો થશે. તેમને પાણીના અભાવે પાકના નુકસાનનો સામનો કરવો પડશે નહીં.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે

યોજના નું નામપાણી નાં ટાંકા માટે સહાય યોજના
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં ખેડૂતો ખેતી ક્ષેત્રે આગળ આવી શકે અને ટપક સિંચાઈ પધ્ધતિ નો વધુ માં વધુ ઉપયોગ થકી ખેતી માં વૃદ્ધિ લાવી શકાય.
સહાય1- વ્યક્તિગત સહાય નાં કેશ માં ખેડૂત નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% કે રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે
2- સામૂહિક જૂથ નાં કિસ્સા માં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડર નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% અથવા રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીં ક્લિક કરો
અહિયાં થી અરજી કરોઅરજી કરો

કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

-અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
-આધારકાર્ડની નકલ (Aadhar Card)
-જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
-જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
-રેશનકાર્ડની નકલ
-જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
-લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
-ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
-લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
-સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
-દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
-મોબાઈલ નંબર

  • આ યોજના માટે સદર લાભાર્થી તમામ ખેડૂત ને સૂક્ષ્મ પિયત અને માઈક્રો ઇરીગેશન પદ્ધતિ અપનાવેલ હોઈ તેને જ લાભ આપી શકાશે.
  • આ યોજના માટે ની સહાય માટે યુનિટ કોસ્ટ માં ઓછા મા ઓછા 75 ઘન મીટર અને 1000 ઘન મીટર ક્ષમતા વાળી RCC ની પાણી ની ટાંકી નો સમાવેશ કરવામાં આવશે.
  • આ યોજના નો લાભ જેતે જમીન નાં સર્વે નંબર પર એકવાર જ લાભ મળવાપાત્ર રહેશે.

નોંધ :- આ લેખમાં અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ફક્ત માહિતી માટે છે, અમે કોઈપણ બેંક અથવા સરકારી કામ માટે ઉપલબ્ધ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, જો તમે અમારા દ્વારા લખાયેલ લેખ વાંચ્યા પછી અરજી કરી રહ્યા છો.

તો પછી વિશેની માહિતી વાંચો તે તમારે જાતે વેરિફિકેશન કરવું પડશે. આવી સ્થિતિમાં, જો તમને કોઈ આર્થિક નુકસાન થાય છે, તો તેની જવાબદારી તમારી રહેશે, અમારી નહીં.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો